સોરઠિયા દુહા/101: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|101|}} <poem> જટિયા જુવાની ગઈ, ગઈ ચટકતી ચાલ; જિતે અંબોડો બાંધતાં, ત...") |
(No difference)
|
Revision as of 09:57, 10 June 2022
101
જટિયા જુવાની ગઈ, ગઈ ચટકતી ચાલ;
જિતે અંબોડો બાંધતાં, તિતે પડ ગઈ ટાલ.
જુવાની ચાલી ગઈ છે. ઝટઝટ ડગલાં ભરતાં હતાં તે પગનું જોમ જતું રહ્યું છે, અને જ્યાં લાંબા કેશનો મોટો બધો અંબોડો વાળતા હતા તે મસ્તકમાં હવે ટાલ પડી ગઈ છે.