અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પંખી ના જાણે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|''અંજની ગીત''}} પ્રબલ કેટલી પાંખ છાતિ નિજ, ભભક કેટલી પર પરની નિજ,...") |
(No difference)
|
Revision as of 07:51, 21 June 2021
અંજની ગીત
પ્રબલ કેટલી પાંખ છાતિ નિજ,
ભભક કેટલી પર પરની નિજ,
સુર સુલપલટા શા કંઠે નિજ — પંખી ના જાણે. ૧
ઉડન કુજન દિક્કાલ કયામાં,
શા થકિ બઢત વિલાય કશામાં,
રસે ચગે વા કથળત શામાં — પંખી ના જાણે. ૨
ઉડન કુજન નિજ જીવન વ્હેતૂં,
લોલવિલોલ લ્હેરિયાં લેતૂં,
અવર દુઃખસુખ જગ શુ ં હૈતૂં — પંખી ના જાણે. ૩
ઉડન કુજનથી કશૂં સધાતૂં
શૂં એ કો સચિતે પમાતૂં?
પૂછો શાને એવી વાતૂં? — પંખી ના જાણે. ૪
ઈ. ૧૯૪૨