સોરઠિયા દુહા/105: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|105|}} <poem> કાળપ મેલે કેશ, મન કાળપ મેલે નહિ; વણસી જાયે વેશ, (તોય) હ...") |
(No difference)
|
Revision as of 10:21, 10 June 2022
105
કાળપ મેલે કેશ, મન કાળપ મેલે નહિ;
વણસી જાયે વેશ, (તોય) હૈયું હિંહોરા કરે.
વાળનો કાળો રંગ પણ વખત જતાં બદલાય છે, પરંતુ નીચ માનવીનું મન એની કાળપ — નીચતા મૂકતું નથી; માણસ ઉપર ગરીબી આવી પડે, એ ચીંથરેહાલ બની જાય, ને છતાં લાલસા એના હૈયામાંથી ખસતી નથી.