સોરઠિયા દુહા/113: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|113|}} <poem> સજ્જન! દો મુખ મત કરો, દો મુખસે પત જાય; દો મુખ ભયે પખાજક...")
(No difference)

Revision as of 10:30, 10 June 2022


113

સજ્જન! દો મુખ મત કરો, દો મુખસે પત જાય;
દો મુખ ભયે પખાજકું, (સો) તીન ટકોરે ખાય.

હે સજ્જન, કદી બે મોઢે વાતો ન કરશો. સાચીખોટી વાતો કરનાર માણસ નક્કી પોતાની આબરૂ ગુમાવે છે. ઢોલક કે જેને બે મોઢાં છે તેના ભાગ્યમાં સદાય પારકા હાથનાં ટપલાં ખાવાનું જ નિર્માયેલું હોય છે.