સોરઠિયા દુહા/117: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|117 |}} <poem> પ્રીતમ પતિયાં મેં લખું, જો કુછ અંતર હોય; અમ તમ જીવરા...") |
(No difference)
|
Revision as of 10:36, 10 June 2022
117
પ્રીતમ પતિયાં મેં લખું, જો કુછ અંતર હોય;
અમ તમ જીવરા એક હે, દેખન કે તન દોય.
હે પ્રીતમ! આપણે એકબીજાથી દૂર પડ્યાં હોઈએ ત્યારે હું તમને કાગળ ભલે લખું, બાકી આપણાં દેખાવનાં બે શરીર જ જુદાં છે, આપણો જીવ તો એક જ થઈ ગયો છે — મતલબ કે જ્યાં એક છે ત્યાં બીજું છે જ, એને પત્રની કાંઈ જરૂર નથી.