સોરઠિયા દુહા/120: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|120|}} <poem> કાગદ થોડો હેત ઘણો, મુખસે લિખ્યો ન જાય; સાગરમેં પાણી ઘ...") |
(No difference)
|
Revision as of 10:39, 10 June 2022
120
કાગદ થોડો હેત ઘણો, મુખસે લિખ્યો ન જાય;
સાગરમેં પાણી ઘણો, ગાગરમેં ન સમાય.
હે પ્રીતમ! તમને કાગળ લખવા બેસું છું, પણ મારા હૈયામાં જે ભર્યું છે તે બહાર નથી આવી શકતું. મારે પ્રેમ અપાર છે, કાગળ એને ટૂંકો પડે છે. સાગર જેટલો અપાર એ પ્રેમ સાગરરૂપી કાગળની ચબરખીમાં કેમ કરીને સમાય?