સોરઠિયા દુહા/132: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|132|}} <poem> જો વિસારું વલહા! રૂદિયામાંથી રૂપ; (તો) લગે ઓતરજી લૂક,...")
(No difference)

Revision as of 11:22, 10 June 2022


132

જો વિસારું વલહા! રૂદિયામાંથી રૂપ;
(તો) લગે ઓતરજી લૂક, થર બાબીડી થઈ ફરું!

મારા હૃદયમાંથી હું તારું રૂપ ભૂલું, તો તો મૃત્યુ પછી મારો આત્મા બાબીડા પક્ષીની માદા બાબીડીનો અવતાર પામીને ઝૂર્યા કરજો. ક્યાં? કોઈ આંબાવાડિયામાં? નહિ, નહિ, થરપારકરના રણની અંદર ઝૂરતી બાબીડી. એ સળગતી મરુભોમમાં હું બાબીડી પંખિણી સરજાઉં, ને ઉત્તર દિશાની આગઝરતી લૂ વચ્ચે હું વલવલ્યા કરું, એવી મારી દુર્ગતિ થજો!