સોરઠિયા દુહા/138: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|138|}} <poem> સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે; (પણ) ભૂત રુવે ભે...") |
(No difference)
|
Revision as of 11:28, 10 June 2022
138
સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે;
(પણ) ભૂત રુવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે!
સંસારમાં તમામ માનવીઓ રુવે છે ત્યારે એ બધાંની આંખોમાંથી આંસુ દડે છે. પરંતુ ભૂતનાં રુદન ભયંકર હોય છે. હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે છે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ!