સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનવર આગેવાન/વાત શી છે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> બે ઘડીનો છે તમાસો, વાત શી છે? નહિ મળે શું રાતવાસો, વાત શી છે? જિંદગી...")
 
(No difference)

Latest revision as of 13:02, 24 May 2021

બે ઘડીનો છે તમાસો, વાત શી છે?
નહિ મળે શું રાતવાસો, વાત શી છે?
જિંદગી ને મોતના આ ખેલ કેરો
કોઈ તો આપો ખુલાસો : વાત શી છે?...
બાવરાં નયનો, હવે જ્યાંત્યાં ન ભટકો,
કાંક તો ભીતર તપાસો : વાત શી છે?...
આપજો જેને ઉજાસો આપવાના —
લો, અમે લીધી અમાસો : વાત શી છે?...
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]