સોરઠિયા દુહા/144: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|144 |}} <poem> જોઈ વોરિયેં જાત, મરતાં લગ મેલે નહિ; પડી પટોળે ભાત, ફા...") |
(No difference)
|
Revision as of 11:45, 10 June 2022
144
જોઈ વોરિયેં જાત, મરતાં લગ મેલે નહિ;
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.
હે માનવો! તું પ્રીત-સંબંધ જેનીતેની સાથે ન બાંધતો. કોઈ એવું જાતવંત માણસ શોધીને પછી જ એને પોતાનું બનાવજે કે જે સુખદુઃખમાં સદા તારી સાથે જ રહે. પટોળા પર પડેલી ભાત જેમ લૂગડું ફાટે તો પણ ઊડી જતી નથી તેમ એનાં પ્રીત-સંબંધ કાયમ પણ ટકી રહે.