સોરઠિયા દુહા/145: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|145|}} <poem> મોંઘા માલ મળ્યે, સોંઘા સાટવિયેં નહિ; ખૂંદ્યાં કોણ ખ...")
(No difference)

Revision as of 11:47, 10 June 2022


145

મોંઘા માલ મળ્યે, સોંઘા સાટવિયેં નહિ;
ખૂંદ્યાં કોણ ખમે, જાત વન્યાનાં જોગરા!

હે માનવીઓ! મોંઘેરી વસ્તુ મળતી હોય તેને છોડી કેવળ સસ્તી વસ્તુના સોદા ન કરજો. કારણ કે એ મોંઘા વિના, એ જાતવંતો સિવાય આપણા સતાવ્યા બીજું કોણ સહન કરી શકશે! — ખૂંદ્યાં કોણ ખમશે!