સોરઠિયા દુહા/147: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|147|}} <poem> થંભા થડકે મેડી હસે, ખેલણ લાગી ખાટ; સો સજણાં ભલ આવિયાં...") |
(No difference)
|
Revision as of 11:57, 10 June 2022
147
થંભા થડકે મેડી હસે, ખેલણ લાગી ખાટ;
સો સજણાં ભલ આવિયાં, જેની જોતાં વાટ.
પરગામથી પિયુ ઘેર પાછા ફરે છે ત્યારે એની વાટ જોતી બેઠેલી સ્ત્રીનું સુખ ક્યાંય સમાતું નથી અને સ્વામીની સ્વાગત-ઘેલછામાં જાણે કે ઘરના થાંભલા આનંદથી ડોલી રહ્યા હોય, ઘર આખું હર્ષથી ખિખિયાટા કરી રહ્યું હોય અને ખાટલો પણ ઉમંગથી ગેલ કરવા મંડી પડ્યો હોય એવું એને લાગે છે.