સોરઠિયા દુહા/154: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|154|}} <poem> કેસરના ક્યારા કરું, કસ્તુરીની પાજ; નેણાંના પ્યાલા ભ...") |
(No difference)
|
Revision as of 12:10, 10 June 2022
154
કેસરના ક્યારા કરું, કસ્તુરીની પાજ;
નેણાંના પ્યાલા ભરું, પીવો માણારાજ
હે મારા મનડાના માલિક! કેસરના ક્યારા કરીને તેને કસ્તુરીની પાળ બાંધું, અને પછી મારી આંખોના પ્યાલા ભરીભરીને તમને હું પ્રેમરસ પાઉં, એવું થઈ આવે છે.