કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૬.બધી બારીઓથી...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬.બધી બારીઓથી..|}} <poem> બધી બારીઓથી ડર્યાં તો અહોહો. કુતૂહલ ટ...") |
(No difference)
|
Revision as of 10:51, 11 June 2022
૨૬.બધી બારીઓથી..
બધી બારીઓથી ડર્યાં તો અહોહો.
કુતૂહલ ટપોટપ ખર્યાં તો અહોહો.
સમય ક્યાંક સંદર્ભ બદલી ન નાંખે.
અજાણ્યાં સ્થળો કરગર્યાં તો અહોહો.
કરચ કાચની, પગ ઉઘાડા છતાં પણ,
પવન જેમ ફરતાં ફર્યાં તો અહોહો.
જશો ક્યાં મુરાદી આ મનને લઈને?
અરીસા ભણી ડગ ભર્યાં તો અહોહો.
ખુશીના પ્રસંગે શરૂઆત કરતી
ઉદાસીનાં માર્યાં મર્યાં તો અહોહો.
સગાઈ વગરના ‘ચિનુ’, શ્વાસ તોપણ,
નદી-નાવ સાથે તર્યાં તો અહોહો.
(ઇર્શાદગઢ, પૃ. ૪૩)