કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૯.બંડ ખાતર બંડ જેવું...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯.બંડ ખાતર બંડ જેવું...| }} <poem> બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બ...")
(No difference)

Revision as of 11:18, 11 June 2022


૨૯.બંડ ખાતર બંડ જેવું...

બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બાદશા’;
હું મને આવી રીતે કાયમ ડરાવું બાદશા’.
તારી ઇચ્છાસર નદીનો નાશ કરવા જાઉં, પણ
શું થતું કે તટ ઉપર આંસુ વહાવું બાદશા’ ?
લાગણીભીના અવાજે કેમ બોલાવ્યો મને ?
શક્ય છે કે અશ્વને એડી લગાવું બાદશા’?
આ અરીસા મ્હેલમાં તેં કેદ રાખ્યો છે છતાં
હું ‘હુકમ, માલિક’ કહી ગરદન ઝુકાવું બાદશા’.
તૂટતા સંબંધ વચ્ચે જીવતા ‘ઇર્શાદ’ને
આપ ફાંસીનો હુકમ તો ઝટ બજાવું બાદશા’
(ઇર્શાદગઢ, પૃ.૬૦)