કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૩.જરા શાંત થા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩.જરા શાંત થા|}} <poem> ધબકવાની ક્ષણ છે, જરા શાંત થા, ઊઘડવાની ક્...") |
(No difference)
|
Revision as of 12:07, 11 June 2022
૪૩.જરા શાંત થા
ધબકવાની ક્ષણ છે, જરા શાંત થા,
ઊઘડવાની ક્ષણ છે, જરા શાંત થા.
બધાંથી થશે પર, જગત આપણું,
નીકળવાની ક્ષણ છે, જરા શાંત થા.
નજર જ્યાં પડે ત્યાં ફકત રણ હતું,
પલળવાની ક્ષણ છે, જરા શાંત થા.
શિખરથી તળેટી તરફ જોઈ લે,
ઊતરવાની ક્ષણ છે, જરા શાંત થા.
ઘણો થાક ‘ઇર્શાદ’, લાગે હવે,
ઊખડવાની ક્ષણ છે, જરા શાંત થા.
(નકશાનાં નગર, ૨૦૦૧, પૃ.૮)