કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
તમે મારાથી કાં દૂરદૂર થતાં જાવ ? તમને | તમે મારાથી કાં દૂરદૂર થતાં જાવ ? તમને | ||
ધકેલે ધીમેથી સમય... | ધકેલે ધીમેથી સમય... | ||
સવારે ઊઠ્યામાં સ્મરણ થઈ આવે પ્રથમ, તો | સવારે ઊઠ્યામાં સ્મરણ થઈ આવે પ્રથમ, તો | ||
વિના કોઈ બ્હાને અવશ ઉર મોંફાટ રડતાં, | વિના કોઈ બ્હાને અવશ ઉર મોંફાટ રડતાં, | ||
Line 12: | Line 13: | ||
પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાં | પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાં | ||
તમારી સાથેનાં. | તમારી સાથેનાં. | ||
હવે વીત્યે થોડો સમય નથી હું યાદ કરતો | હવે વીત્યે થોડો સમય નથી હું યાદ કરતો | ||
પહેલાંની પેઠે; કદીક લઉં ચ્હા બે કપ યદી | પહેલાંની પેઠે; કદીક લઉં ચ્હા બે કપ યદી | ||
Line 21: | Line 23: | ||
{{Right|(ઊર્ણનાભ)}} | {{Right|(ઊર્ણનાભ)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯.પજવણી | |||
|next = ૧૧.નવા ફ્લૅટમાં પ્રથમ દિવસે | |||
}} |
Revision as of 06:48, 13 June 2022
૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ
તમે મારાથી કાં દૂરદૂર થતાં જાવ ? તમને
ધકેલે ધીમેથી સમય...
સવારે ઊઠ્યામાં સ્મરણ થઈ આવે પ્રથમ, તો
વિના કોઈ બ્હાને અવશ ઉર મોંફાટ રડતાં,
કડી સંબંધોની સહજ પણ ઢીલી થઈ ન’તી,
ઘરે વાતેચીતે વિષય પણ એ એ જ; મળતાં
પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાં
તમારી સાથેનાં.
હવે વીત્યે થોડો સમય નથી હું યાદ કરતો
પહેલાંની પેઠે; કદીક લઉં ચ્હા બે કપ યદી
તમારી પેઠે તો સ્મરણ ઉરમાં જાય છલકી;
વરે ધીમે ધીમે મુજ ઉદરશાને ઘર બધું.
તમારાથી હુંયે દૂર દૂર થતો જાઉં, હળવે
મનેયે દે ધક્કો સમય....
(ઊર્ણનાભ)