કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૯. એ રત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯. એ રત|}} <poem> મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે, {{Space}} એ રત આવી,...")
(No difference)

Revision as of 09:11, 13 June 2022

૯. એ રત


મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
ઝીલે નીરે સારસ સરોવરપાળ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !

કુંજ કુંજે વાઘા સજ્યા નવરંગ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
ચન્દ્ર હસી અજવાળે રજનીનાં અંગ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !

તેજ મધુર વરસે, ને વિશ્વ મહીં ન્હાય રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
લીલો પેલો વનનો મંડપ ઝોલાં ખાય રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !

ઊભી ઊભી નીરખું છું વાટ, અલબેલ રે !
          એ રત આવી, ને રાજ ! આવજો !
ફૂલડેથી લૂમી ઝૂમી મ્હારી વેલ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)