કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૧. ખમ્મા વીરાને: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ખમ્મા વીરાને|<br>(ઢાળ : પ્રગટ્યા શ્રી કૃષ્ણ મ્હને ભાવતા રે...") |
(No difference)
|
Revision as of 09:52, 13 June 2022
૨૧. ખમ્મા વીરાને
(ઢાળ : પ્રગટ્યા શ્રી કૃષ્ણ મ્હને ભાવતા રે લોલ)
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ :
બીજો સુહાગી મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ :
પારણે વિરાજે મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ :
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
બીજો આનન્દ મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માડીએ દીધો મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૩૧)