કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૪. ઊગે છે પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪. ઊગે છે પ્રભાત|}} <poem> ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે; ઊગે છે ઉષા...") |
(No difference)
|
Revision as of 09:57, 13 June 2022
૨૪. ઊગે છે પ્રભાત
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમી ધીમે...
પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, સં. નિરંજન ભગત તથા અન્ય પૃ. ૫૦)