કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૩. બ્રહ્મવીંઝણો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩. બ્રહ્મવીંઝણો|}} <poem> નીલો કમલરંગ વીંઝણો, હો નન્દલાલ ! રઢિય...")
(No difference)

Revision as of 12:00, 13 June 2022

૪૩. બ્રહ્મવીંઝણો


નીલો કમલરંગ વીંઝણો, હો નન્દલાલ !
રઢિયાળો રતનજડાવ, મોરા નન્દલાલ !
          બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !

સોનાનો સૂરજ શોભિતો, હો નન્દલાલ !
રૂપેરી ચન્દની બિછાવ, મોરા નન્દલાલ !
          બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !

કોરેમોરે ભર્યા હીરલા, હો નન્દલાલ !
ઝાલરે ઝીક કેરી વેલ, મોરા નન્દલાલ !
          બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !

દાંડી બ્રહ્માજીના હાથમાં, હો નન્દલાલ !
માનવીના ભાગ્યના એ ખેલ, મોરા નન્દલાલ !
          બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !
(ન્હાના ન્હાના રાસ ભાગ-૨, પૃ. ૪૧)