કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૬. પરમ ધન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)'''|}} | {{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૫. હરિ! આવો ને | |||
|next = ૩૭. ધૂમકેતુનું ગીત | |||
}} |
Revision as of 12:12, 13 June 2022
૩૬. પરમ ધન
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો,
લોક !
નહીં સૂરજ, નહીં ચંદ્ર,
હો અબધૂત ! નહીં વીજળચમકાર,
હો અબધૂત ! નહીં વીજળચમકાર;
અગમનિગમની યે પાર, અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો,
લોક !
દૂર થકી પણ દૂર,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાં યે
એ ધન છે અવિનાશ :
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)