કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૭. વસંત-ગીત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. વસંત-ગીત|}}") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૭. વસંત-ગીત|}} | {{Heading|૪૭. વસંત-ગીત|}} | ||
<poem> | |||
૧ | |||
કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છેડી જજે ! | |||
હીંચે-નમે તું બહેન ! આંબલિયાને ડાળ જો ! | |||
કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છોડી જજે ! | |||
રંગ્યાં દિશાચીર વિધુની વિશુદ્ધિરંગે, | |||
અર્ચા પ્રભાની અરચી દિનને દિનેશે; | |||
નવગંધકોષ કંઈ ગંધવતી ઉઘાડે : | |||
ઉઘાડીને ઘૂંઘટ ગાવ, વસંત સખી ! સખી ! પધારે. | |||
કોયલડી ! ત્હારી વેણુથી વસંતદેવી સત્કારજે ! | |||
૨ | |||
કોયલડી ! ત્હારા વનમાં પ્રભાત આજ ઊંડાં ઊગે, | |||
સોનારૂપાની મહીં રમતી રેખ અનંત જો ! | |||
લાંબી શિશિર તણી રજની વીરી ! આજ ડૂબી જતી, | |||
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો ! | |||
મીઠડી, | |||
સાંત્વની, | |||
ભાગ્ય સમ સંજીવિની, | |||
જગીજીવનમંત્ર શી ઉદ્ધારિણી, | |||
પ્રભુકિરણ સરીખી સકલસંચારિણી, | |||
પ્રાચીપ્રતીચી : દિગભુવન : સૌની પરમ કલ્યાણિની : | |||
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો ! | |||
કોયલડી ! ત્હારી વેણુમાં વસંતદેવી સત્કારજે ! | |||
૩ | |||
પડઘો ક્યાં પડ્યો ? રસબાલ ! | |||
ભેદી ભીષણ જગના દુર્ગ અનિલ ક્ય્હાં આથડ્યો ? | |||
રસબાલ ! | |||
ઉપર જ્ય્હાં અનહદ બાજે સાજ, ટહૂરવ ત્ય્હાં ચ્હડ્યો ? | |||
રસબાલ ! | |||
સંસ્કૃતિનાં સૈન્ય વ્યૂહો માંડતાં, | |||
પૂર્ણિમા ને અમાસ નેજા ખોડતાં, | |||
યશકિરીટી ઇન્દ્ર પુષ્પ વધાવતા, | |||
ગાંધર્વ જયનાં ગાન નિજ વેણુ ભરી વાતા જતા; | |||
આછેરી પીંછીથી બ્રહ્માંડતીર્થ આલેખિયાં; | |||
ઘૂમે પ્રશસ્ત તટે મંદાકિનીનાં નીર જો ! | |||
સુરોઅસુરોની મેદની અખંડ ત્ય્હાં રાસે રમે, | |||
નૃત્યનેતા અમી મોરલી હલકે સુધીર જો ! | |||
પદતાલી ભવ્ય ધમકે મહાગંભીર જો ! | |||
કોયલડી ! ત્હારી વેણુથી અનેરી વેણુ વાગે ત્ય્હાં : | |||
કોયલડી ! સહુ વેણુના વિલોલ શબ્દ જાગે ત્ય્હાં. | |||
રમે-રચે ચૌદ ભુવનને દડે પરમ ભારતરણ અબધૂત કાલ, | |||
પડઘો ત્ય્હાં પડ્યો, રસબાલ ! | |||
૪ | |||
ફૂલડાંની આંખોમાં વસંત ! કાંઈ આંજ્યું ત્હમે, | |||
આંજો જાદુગર આંજણ એ મુજ નેન જો ! | |||
મ્હેકતું, | |||
મ્હેકાવતું, | |||
પ્રાણને ચેતાવતું, | |||
વિરલ સૌંદર્યે કદી કદી ભાસતું, | |||
સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસતું. | |||
ફૂલડાંને ફૂલડાંને પગલે વસંત ! પધારજો ! | |||
આવ્યાં વને તો દેવી ! આવજો માનવદેશ જો ! | |||
ચંદાસૂરજ કેરી જ્યોતિ પામરીએ પરિમલે, | |||
આપી જજો એ દેવપરિમલના આદેશ જો ! | |||
આવો વસંત ! પ્રાણઆંગણનાં આભ અમે વાળી લીધાં. | |||
કોયલડી ! મ્હારે બારણે હો બહેન ! કાલ બોલી જજે ! | |||
કાલે મ્હારે ઘેર પ્રભુજીના વરદાન જો ! | |||
કાલે મ્હારે ઘેર વસંતદેવી મહેમાન જો ! | |||
કોયલડી ! ત્હારી મોરલીનાં વીંધ બહેન ! ખોલી જજે ! | |||
વીંધે વીંધે તે વહે વ્હાલમ કેરાં વેણ જો ! | |||
વીંધે વીંધે તે કહે વ્હાલમ કેરાં ક્હેણ જો ! | |||
કોયલડી ! મ્હારે બારણે વસંતમંત્ર બોલી જજે ! | |||
(વસંતોત્સવ) | |||
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૬૩-૬૫) | |||
</poem> |
Revision as of 12:22, 13 June 2022
૧
કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છેડી જજે !
હીંચે-નમે તું બહેન ! આંબલિયાને ડાળ જો !
કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છોડી જજે !
રંગ્યાં દિશાચીર વિધુની વિશુદ્ધિરંગે,
અર્ચા પ્રભાની અરચી દિનને દિનેશે;
નવગંધકોષ કંઈ ગંધવતી ઉઘાડે :
ઉઘાડીને ઘૂંઘટ ગાવ, વસંત સખી ! સખી ! પધારે.
કોયલડી ! ત્હારી વેણુથી વસંતદેવી સત્કારજે !
૨
કોયલડી ! ત્હારા વનમાં પ્રભાત આજ ઊંડાં ઊગે,
સોનારૂપાની મહીં રમતી રેખ અનંત જો !
લાંબી શિશિર તણી રજની વીરી ! આજ ડૂબી જતી,
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો !
મીઠડી,
સાંત્વની,
ભાગ્ય સમ સંજીવિની,
જગીજીવનમંત્ર શી ઉદ્ધારિણી,
પ્રભુકિરણ સરીખી સકલસંચારિણી,
પ્રાચીપ્રતીચી : દિગભુવન : સૌની પરમ કલ્યાણિની :
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો !
કોયલડી ! ત્હારી વેણુમાં વસંતદેવી સત્કારજે !
૩
પડઘો ક્યાં પડ્યો ? રસબાલ !
ભેદી ભીષણ જગના દુર્ગ અનિલ ક્ય્હાં આથડ્યો ?
રસબાલ !
ઉપર જ્ય્હાં અનહદ બાજે સાજ, ટહૂરવ ત્ય્હાં ચ્હડ્યો ?
રસબાલ !
સંસ્કૃતિનાં સૈન્ય વ્યૂહો માંડતાં,
પૂર્ણિમા ને અમાસ નેજા ખોડતાં,
યશકિરીટી ઇન્દ્ર પુષ્પ વધાવતા,
ગાંધર્વ જયનાં ગાન નિજ વેણુ ભરી વાતા જતા;
આછેરી પીંછીથી બ્રહ્માંડતીર્થ આલેખિયાં;
ઘૂમે પ્રશસ્ત તટે મંદાકિનીનાં નીર જો !
સુરોઅસુરોની મેદની અખંડ ત્ય્હાં રાસે રમે,
નૃત્યનેતા અમી મોરલી હલકે સુધીર જો !
પદતાલી ભવ્ય ધમકે મહાગંભીર જો !
કોયલડી ! ત્હારી વેણુથી અનેરી વેણુ વાગે ત્ય્હાં :
કોયલડી ! સહુ વેણુના વિલોલ શબ્દ જાગે ત્ય્હાં.
રમે-રચે ચૌદ ભુવનને દડે પરમ ભારતરણ અબધૂત કાલ,
પડઘો ત્ય્હાં પડ્યો, રસબાલ !
૪
ફૂલડાંની આંખોમાં વસંત ! કાંઈ આંજ્યું ત્હમે,
આંજો જાદુગર આંજણ એ મુજ નેન જો !
મ્હેકતું,
મ્હેકાવતું,
પ્રાણને ચેતાવતું,
વિરલ સૌંદર્યે કદી કદી ભાસતું,
સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસતું.
ફૂલડાંને ફૂલડાંને પગલે વસંત ! પધારજો !
આવ્યાં વને તો દેવી ! આવજો માનવદેશ જો !
ચંદાસૂરજ કેરી જ્યોતિ પામરીએ પરિમલે,
આપી જજો એ દેવપરિમલના આદેશ જો !
આવો વસંત ! પ્રાણઆંગણનાં આભ અમે વાળી લીધાં.
કોયલડી ! મ્હારે બારણે હો બહેન ! કાલ બોલી જજે !
કાલે મ્હારે ઘેર પ્રભુજીના વરદાન જો !
કાલે મ્હારે ઘેર વસંતદેવી મહેમાન જો !
કોયલડી ! ત્હારી મોરલીનાં વીંધ બહેન ! ખોલી જજે !
વીંધે વીંધે તે વહે વ્હાલમ કેરાં વેણ જો !
વીંધે વીંધે તે કહે વ્હાલમ કેરાં ક્હેણ જો !
કોયલડી ! મ્હારે બારણે વસંતમંત્ર બોલી જજે !
(વસંતોત્સવ)
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૬૩-૬૫)