કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૪.ખાલીપો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૨૦)}} | {{Right|(દર્પણની ગલીમાં, પૃ.૨૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૩.મોભો | |||
|next = ૧૫.તોરણ | |||
}} |
Revision as of 04:48, 14 June 2022
૧૪.ખાલીપો
ખાલીપાની વચ્ચે ખૂટું,
એમ અમસ્થું બબડું જૂઠું.
શણગારેલાં સપનાં જેવી
આંસુની આંખોને લૂછું.
ખોડંગાતા ઘરના રસ્તે
પથ્થરના પગ ક્યાંથી મૂકું ?
જિર્ણ વૃક્ષના જર્જર-મનમાં
પાંચ પાંદડાં ક્યાંથી મૂકું ?
વ્હેવાનો આશય અણધાર્યો,
પ્હાડ નદીમાં ક્યાંથી મૂકું?
નગર નામનું પિંજર તોડી
પંખી જેવું ક્યાંથી ઊડું ?
હોવાનો આભાસ ભયાનક
દૂર ઊભો દરિયામાં ડૂબું.
(દર્પણની ગલીમાં, પૃ.૨૦)