કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૯.કુહાડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯.કુહાડી|}} <poem> કલ્પ્યું તો હતું કે કૂવામાં કુહાડી પાડશું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(દેશવટો, ૧૯૭૮, પૃ. ૨૯)}} | {{Right|(દેશવટો, ૧૯૭૮, પૃ. ૨૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૮.ઓચ્છવલાલ | |||
|next = ૨૦.હું જાગું, તું ઊંઘતી... | |||
}} |
Revision as of 07:09, 14 June 2022
૧૯.કુહાડી
કલ્પ્યું તો હતું કે
કૂવામાં કુહાડી પાડશું એટલે
ત્રણ ત્રણ કુહાડી બતાડી
કોઈ પૂછશે કે આ સોનાની, આ
ચાંદીની, ને આ લોઢાની – કઈ
કુહાડી તારી ?
ખોટું તો હું બોલવાનો જ નહોતો
તોય કોઈએ મને પૂછ્યું નહીં,
ગાછ્યું નહીં કે ભૈ, આ ગયા
ધરતીકંપમાં પડી ગયાં છે
કૈંક મકાનો,
તે તારે પણ ઘર હતું કે નહીં ?
ખોટું તો હું બોલવાનો જ ન્હોતો
તોય કોઈએ મને પૂછ્યું નહીં,
ગાછ્યું નહીં કે લે, આ ભરી
ભીડમાં દબાઈ ગયા,
ચળાઈ ગયા કેટલાય શ્વાસ
તે એમાં તારો મૂકેલો કોઈ
નિઃશ્વાસ હતો કે નહીં ?
(દેશવટો, ૧૯૭૮, પૃ. ૨૯)