કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૯. અનંતદર્શન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. અનંતદર્શન|}} <poem> આવો, આવો, વીરા રે ! આ આંખડી પરોવો અનન્તમાં...") |
(No difference)
|
Revision as of 14:58, 14 June 2022
૪૯. અનંતદર્શન
આવો, આવો, વીરા રે !
આ આંખડી પરોવો અનન્તમાં હો જી !
ગિરિવરને ઝરૂખે રે, ઊભો’તો હં એકલો હો જી !
જોતો’તો એ પાથર્યા જગતના પગથાર;
સાગરના સીમાડા રે, વનની ઝૂલતી વેલીઓ હો જી !
આથમતાં કંઈ જહાજો એ ક્ષિતિજની પાર.
આભને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી !
જોતો’તો એ નવલખ તારલિયાની માળ;
તેજતેજના ગોળા રે, ગગનોમાં ઘૂમતા હો જી !
દીઠા મેં ત્યાં ઝૂમઝૂમતા દીનદયાળ :
અંતરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી !
જોતો’તો એ ઊંડા ઊંડાં વિશ્વના ઉર;
દિશદિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ
કિરણો આતમદેશમાં હો જી !
ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર :
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૯)