કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૧.મન્મથ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧.મન્મથ|}} <poem> અચાનક તૃણનાં છૂટ્યાં તીર ભરેલું ભીતર ભેદ્યુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૦.ખેતર વચ્ચે | ||
|next = | |next = ૧૨.એક વાર્તા | ||
}} | }} |
Revision as of 07:13, 15 June 2022
૧૧.મન્મથ
અચાનક તૃણનાં છૂટ્યાં તીર
ભરેલું ભીતર ભેદ્યું !
પાતાળો ફોડીને શાંત સૂતેલા
શેષનાગનું મસ્તક છેદ્યું.
આંખોથી દડદડ છૂટી શૈયા
કૂંપળમાંથી મુશળ વાગ્યાં અંધારાં.
ચ્હેરાનું પેલું કમલસરોવર
ખાલી તો ખાલી લાવો તે ક્યાં ?
લાવો લાવો ચંદનનાં જલ.
કોણ મને આ કાવ્ય સરીખું પીડે ?
આ તો કોણ મને —
માટીનો પરખીને મનથી ખેડે ?...
(અંગત, પૃ. ૧૩-૧૪)