કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૩.આજ અચાનક: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩.આજ અચાનક|}} <poem> કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે ! પાળ તૂટેલ...") |
(No difference)
|
Revision as of 07:19, 15 June 2022
૧૩.આજ અચાનક
કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે !
પાળ તૂટેલા વ્હેળા શો
આળોટું રસબસ.
પારિજાતની ગંધ સરીખી તને ગોપવી
લોચન ભીતરમાં રહી ખૂલે !
પ્હેલાં જેમ થતું’તું...
પરિતૃપ્ત એકાંત યાદથી,
એવી... બસ એવી...
કુંવારી શય્યાના જેવી તું...
કેટકેટલું વીત્યું મુજને !
હજી રક્તમાં વ્હેતો વ્યાધિ.
અમથી અમથી
મત્ત હવાની ઘૂમરી જેવી
પ્હેલાં ઘરમાં જતી-આવતી.
એક દિવસ ના મળ્યો ?
તને મેં ઔષધ પીતાં પીધી !
આજ અનાચક આંગણ કૂદ્યું ટહુકે...
લયની ટેકરીઓ લીલીછમ વ્હેતી;
કઈ બારીએ હેરું ?
મન પડતું મેલું – કઈ બારીએ ?!
(અંગત, પૃ. ૧૪)