કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૭.તારું મધમીઠું મુખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭.તારું મધમીઠું મુખ|}} <poem> ::તારું મધમીઠું મુખ જાણે સાતપાંચ...")
(No difference)

Revision as of 05:04, 16 June 2022


૨૭.તારું મધમીઠું મુખ

તારું મધમીઠું મુખ
જાણે સાતપાંચ તારાનું ઝૂમખું
હો આમતેમ ઝૂલે
હો ઝૂલે.
કે ઘર મારું વ્હેલી પરોઢના પ્હેલા
ઉઘાડ જેવું ખૂલે !
મારું સામટુંય દુઃખ
જાણે વાયુનું પગલું શું આછું
હો આમતેમ ઊડે
હો ઊડે.
કે ગંધના ઘેલા પતંગિયા જેવું
આ મંન મને ભૂલે !
----------------------