કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૭.મણિલાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૭.મણિલાલ|}} <poem> તું કવિતા થઈને લયલોહ્યું દિલ ખોલ, ડાંગરના ખ...")
(No difference)

Revision as of 05:40, 16 June 2022


૩૭.મણિલાલ

તું કવિતા થઈને
લયલોહ્યું દિલ ખોલ,
ડાંગરના ખેતરમાં તડકો થઈને તું પ્રગટેલો
અષાઢના પહેલા વાદળનો રેલો.
પીળાં બાવળનાં ફૂલ થઈને મારું શૈશવ ગાતો,
અંધારામાં ઊકલી પડતો,
કોયલનું ટોળું થઈ મારી આંખે ઢળતો,
અડતાં અડતાંમાં તું તડાક દઈને ઊઘડી પડતો,
તું મારી માટીનો જાયો માટીના સ્તનમાં
ક્યાં સંતાયો ?
મીઠા લયના સર્પ-મણિધર
ડસવાનું તું છોડ.
હું ક્યાં છું દુર્ભાગી માતા
કે ફરી ફરી
મારા મનમાં જન્મી જન્મી શ્વાસ છોડતો.
(અંગત, પૃ. ૬૫-૬૬)