કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫.વરસાદ પછી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫.વરસાદ પછી|}} <poem> જલભીંજેલી જોબનવંતી લથબથ ધરતી અંગઅંગથી ટપ...") |
(No difference)
|
Revision as of 04:45, 17 June 2022
૫.વરસાદ પછી
જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર !
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.
યથા રાધિકા
જમના-જલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતા
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.
જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ-કનૈયો ?
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૫)