કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૬.અવાજને ખોદી શકાતો નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬.અવાજને ખોદી શકાતો નથી|}} {{Poem2Open}} અવાજને ખોદી શકાતો નથી ને ઊ...")
(No difference)

Revision as of 05:07, 17 June 2022


૧૬.અવાજને ખોદી શકાતો નથી

અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. હે વિપ્લવખોર મિત્રો ! આપણી રઝળતી ખોપરીઓને આપણે દાટી શકતા નથી અને આપણી ભૂખરી ચિંતાઓને આપણે સાંધી શકતા નથી. તો સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને તરતાં મૂકવા માટે ક્યાં સુધી કાલાવાલા કરીશું આ ઊષરભૂમિની કાંટાળી વાડને ? આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું પણ એય શું સાચું નથી કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી ખોબોક પાણી પી ફરી કામે વળગતા થાકી ગયેલા મિત્રો ! સાચે જ અવાજને ખોદી શકાતો નથી. ને ઊંચકી શકાતું નથી મૌન. (મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૫૩)