કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૭.હરિવર આવો ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭.હરિવર આવો ને|}} <poem> હરિવર આવો ને ફૂલપરીની લાશ લટકતી લાવો ન...")
(No difference)

Revision as of 05:09, 17 June 2022


૧૭.હરિવર આવો ને

હરિવર આવો ને
ફૂલપરીની લાશ લટકતી લાવો ને
લૂખી આંખો મોતી બબડ્યાં
બોર બોર આંસુઓ ગબડ્યાં
ચંચળતા લોખંડ બનીને
ખાઉં ખાઉં કરતી રે ખાતી કાટ
નાનકડી કેડી પર ઘોરે
એક અડીખમ વાટ
વાટ સળગાવો ને
હરિવર આવો ને
ફૂલપરીની લાશ લટકતી લાવો ને.
ચોપડીઓના કિલ્લા તોડી
મનના ઘોડા નાસે
લગામની લપટી લાલચ આ
હિ હિ હા હા હાસે
નાસે છે હિમ્મતનાં ડગલાં
પ્રજળે છે પાવકનાં પગલાં
પગલાંની લક્ષ્મણરેખામાં
પથ્થરનું એક હરણું
શબ્દોનું ચાવે છે હરદમ
સૂકું સૂકું તરણું
તરણાને તણખો મૂકી સળગાવો ને
હરિવર આવો ને
ફૂલપરીની લાશ લટકતી લાવો ને.
સૂરજનું અવસાન થશે
ને જશે આંખ મીંચાઈ
શબ્દો સૌ પથ્થર થઈ ખરશે
ખખડી ઊઠશે ખાઈ
ખાઈ મહીં લીલા થીર જળમાં
કાગળની એક હોડી
ટગરમગર ચોગરદમ જોતું
એ હોડીમાં આંસુ રોતું
એ આંસુને કાંક કરી સમજાવો ને
ટગરમગર ચોગરદમ જોતું
હરિવર આવો ને
ફૂલપરીની લાશ લટકતી લાવો ને.
(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૬૫-૬૬)