કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૨.प्रस्तावना (ડોલ શબ્દની કાણી રે): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨.प्रस्तावना (ડોલ શબ્દની કાણી રે)|}} <poem> ડોલ શબ્દની કાણી રે...")
(No difference)

Revision as of 05:18, 17 June 2022


૨૨.प्रस्तावना (ડોલ શબ્દની કાણી રે)

ડોલ શબ્દની કાણી રે
ઊંડા કૂવાનાં પાણી રે
હરખભેર દામણ ખેંચે છે લઘરો તાણી તાણી રે
આ આવી છલકાતી લઈને
ભરચક પાણી પાણી રે !
(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૮)