કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૪.એમ કલ્પો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪.એમ કલ્પો|}} <poem> મૂળિયાં શોધું તો તળિયાં તૂટે છે – અભિન્ન અ...") |
(No difference)
|
Revision as of 05:53, 17 June 2022
૩૪.એમ કલ્પો
મૂળિયાં શોધું તો
તળિયાં તૂટે છે –
અભિન્ન અવાજનાં, એમ કલ્પો.
આ શોધાયન –
કલ્પાયન –
રામાયણના
સ્ખલિત અવાજને કલ્પો.
સાંભળવા ઉત્સુક બોબાકળી
લયસ્તબ્ધતાને કલ્પો.
રણક્યો છે, કલ્પો.
રણકીને અટક્યો નથી, કલ્પો.
અટકીને રણકશે,
કલ્પો.
હા, સંભળાય છે તેમ કલ્પો.
આવે છે અવાજ અંદરથી, કલ્પો.
૧૧-૬-૧૯૯૮ (યુ.એસ.એ.)
(કલ્પાયન, 1૯૯૮, પૃ. ૪૭)