કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૭.ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૭.ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી|}} <poem> ઊંઘી ગયા છે ટેવભર્ય...")
(No difference)

Revision as of 06:00, 17 June 2022


૩૭.ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી

ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે, ઊંઘણશી.

તડકામાં સોનેરી રસ્તે ચહલપહલ ઘનઘેરી ઊંચકી
ઉપર નીચે આગળ પાછળ સડસડાટમાં
તનમાં મનમાં અવળ સવળ અંધારા વનમાં
દોડે છે હણહણતી લઈને ઇચ્છાઓ અણદીઠી રે, ઊંઘણશી.

વાતચીત કરતા પડછાયા
સાવ સમીપની નિત્ય પરિચિત શૈશવની અંધારસુંવાળી
સ્પર્શગલી વાંકીચૂકીમાં
બચ બચ બચ તત્પરતા અડતાં, સ્પર્શ ઊઘડતાં
અપારદર્શક એકાંતોમાં
ચસ ચસ ચૂસતા તગ તગ રંગ મજીઠી રે, ઊંઘણશી.

સદીઓના ઓળાઓ અમૃત
રેબઝેબ ભીડોમાં સંકુલ અર્થછાંયડે ઇતિહાસોના, ઉભડક બેસી
કલોઝઅપમાં ચોળે છે,
અર્ધનગ્ન ભાષાના અંગે – શ્વેત શ્યામમાં –
તડકાતી પીત પીઠી રે, ઊંઘણશી.

ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે, ઊંઘણશી.
(ટેવ, ૨૦૦1, પૃ. 1)