કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે|}} <poem> મૃત્યુ મા જેવું મધુ...")
(No difference)

Revision as of 06:11, 17 June 2022


૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે

મૃત્યુ
મા જેવું
મધુર હાસ્ય કરે
અરવ મૃદુતાથી થપથપાવતું લયબદ્ધ
મૅગ્નેટિક રોટેશનનો સ્વીકાર કરાવી
ઊંડી
ગાઢ ઊંઘમાં
સરી જવાની
રમત
રમાડવા ?
(રમત, ૨૦૦૩, પૃ. 1)