કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૫.આંખની ઉઘાડ-વાસમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫.આંખની ઉઘાડ-વાસમાં | }} <poem> આંખની ઉઘાડ-વાસમાં દૃશ્યપટની કા...") |
(No difference)
|
Revision as of 06:26, 17 June 2022
૪૫.આંખની ઉઘાડ-વાસમાં
આંખની ઉઘાડ-વાસમાં
દૃશ્યપટની કાપકૂપ થતાં થતાં
હવે નિરર્થક શૉટ્સને વળતી
સાવરણી સક્રિય છે.
સરળ નથી છતાં હું મને વાળી રહ્યો છું.
ક્યારે વાળી શકીશ –
બેડોળ કદાવર પ્રાણીની વેરણછેરણ કતરણને
સ્વભાવપટના સંદર્ભ ચોકમાંથી ?
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. 1)