કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૬.અવાજને ખોદી શકાતો નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬.અવાજને ખોદી શકાતો નથી|}} {{Poem2Open}} અવાજને ખોદી શકાતો નથી ને ઊ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૬.અવાજને ખોદી શકાતો નથી|}} | {{Heading|૧૬.અવાજને ખોદી શકાતો નથી|લાભશંકર ઠાકર}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 29: | Line 29: | ||
{{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૫૩)}} | {{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૫૩)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૫.મારા નામને દરવાજે | |||
|next = ૧૭.હરિવર આવો ને | |||
}} |
Latest revision as of 07:53, 17 June 2022
૧૬.અવાજને ખોદી શકાતો નથી
લાભશંકર ઠાકર
અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. હે વિપ્લવખોર મિત્રો ! આપણી રઝળતી ખોપરીઓને આપણે દાટી શકતા નથી અને આપણી ભૂખરી ચિંતાઓને આપણે સાંધી શકતા નથી. તો સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને તરતાં મૂકવા માટે ક્યાં સુધી કાલાવાલા કરીશું આ ઊષરભૂમિની કાંટાળી વાડને ? આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું પણ એય શું સાચું નથી કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી ખોબોક પાણી પી ફરી કામે વળગતા થાકી ગયેલા મિત્રો ! સાચે જ અવાજને ખોદી શકાતો નથી. ને ઊંચકી શકાતું નથી મૌન. (મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૫૩)