કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૯.કુહાડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯.કુહાડી|}} <poem> કલ્પ્યું તો હતું કે કૂવામાં કુહાડી પાડશું...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૯.કુહાડી|}}
{{Heading|૧૯.કુહાડી|ચિનુ મોદી}}


<poem>
<poem>
Line 25: Line 25:
{{Right|(દેશવટો, ૧૯૭૮, પૃ. ૨૯)}}
{{Right|(દેશવટો, ૧૯૭૮, પૃ. ૨૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૮.ઓચ્છવલાલ
|next = ૨૦.હું જાગું, તું ઊંઘતી...
}}

Latest revision as of 11:27, 17 June 2022


૧૯.કુહાડી

ચિનુ મોદી

કલ્પ્યું તો હતું કે
કૂવામાં કુહાડી પાડશું એટલે
ત્રણ ત્રણ કુહાડી બતાડી
કોઈ પૂછશે કે આ સોનાની, આ
ચાંદીની, ને આ લોઢાની – કઈ
કુહાડી તારી ?
ખોટું તો હું બોલવાનો જ નહોતો
તોય કોઈએ મને પૂછ્યું નહીં,
ગાછ્યું નહીં કે ભૈ, આ ગયા
ધરતીકંપમાં પડી ગયાં છે
કૈંક મકાનો,
તે તારે પણ ઘર હતું કે નહીં ?
ખોટું તો હું બોલવાનો જ ન્હોતો
તોય કોઈએ મને પૂછ્યું નહીં,
ગાછ્યું નહીં કે લે, આ ભરી
ભીડમાં દબાઈ ગયા,
ચળાઈ ગયા કેટલાય શ્વાસ
તે એમાં તારો મૂકેલો કોઈ
નિઃશ્વાસ હતો કે નહીં ?
(દેશવટો, ૧૯૭૮, પૃ. ૨૯)