કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૫. સરોવર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫. સરોવર|}} | {{Heading|૫. સરોવર|ન્હાનાલાલ}} | ||
Line 38: | Line 38: | ||
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૫-૬૬)'''|}} | {{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૫-૬૬)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪. તાદાત્મ્ય | |||
|next = ૬. મણિમય સેંથી | |||
}} |
Latest revision as of 05:04, 20 June 2022
ન્હાનાલાલ
૧
નરી સરલતા કોણ પૂજશે ?
નથી તેજ, નથી તરંગ :
શાન્ત, વિમલ, વિરલ, રમ્ય :
તુજ મુખ શું ભર્યું સૌમ્ય, મુજ લાડિલી !
૨
અલૌકિક નીલ પટ સન્ધ્યા લઈને,
પ્રશાન્ત નિદ્રિત બાલ પ્રભાત;
અન્તરિક્ષના રંગ ધરી સૂતું,
તુજ નયન સમા જલહૃદયે, મુજ લાડિલી !
૩
એ સુન્દરતા કોણ નીરખશે ?
કોણ સ્હમજશે ? કોણ સુહવશે ?
કોણ નીર ચંચુ ત્ય્હાં ભરશે ?
તુજ નયનમાં ઊંડું શોભતા આત્મન્ સમું, મુજ લાડિલી !
૪
વિશાલ નભ વીંધતા ગરુડ ઊડશે,
પ્રભા વીણન્તા દિગન્ત ઘન ઘૂમશે;
સઉ શમશે, સઉ શમશે, ઊતરશે,
તુજ હૃદય સમા સરવર પર, મુજ લાડિલી !
૫
મુજ કુંજ પેલી જો ! ઝૂલે;
પ્રભુનાં દીધાં કંઈ સુખ ફૂલે;
મ્હારાં-ત્હારાં કંઈ કંઈ કુસુમ મધુરાં ખીલે :
સખી ! તુજ હૃદયજલ ત્ય્હાં અમલ સીંચી શોભજે,
મુજ લાડિલી !
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૫-૬૬)