કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૭. સોણલાં: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૭. સોણલાં|}} | {{Heading|૧૭. સોણલાં|ન્હાનાલાલ}} | ||
Line 36: | Line 36: | ||
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૪૪-૪૫)'''|}} | {{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૪૪-૪૫)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૬. ફૂલ હું તો ભૂલી | |||
|next = ૧૮. ફૂલડાંક્ટોરી | |||
}} |
Latest revision as of 05:15, 20 June 2022
ન્હાનાલાલ
સ્નેહીનાં સોણલાં આવે, સાહેલડી !
ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે;
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
આશાની વેલ મ્હારી ઊગી ઢળે... ધ્રુવ.
ચ્હડ્યું પૂર મધરાતનું, ગાયે ભર સૂનકાર;
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર: રે સાહેલડી !
ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.
ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊન્હે આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મ્હારાં ચીર: રે સાહેલડી !
ઊરનાં એકાનત મ્હારાં ભડકે બળે.
અવની ભરી, વનવન ભરી; ઘૂમે ગાઢ અન્ધાર;
ઝબકે મહીં ધૂણી જોગીની.
એવા એવા છે પ્રિયના ઝબકાર: રે સાહેલડી !
ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.
ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર;
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર : રે સાહેલડી !
ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.
ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચન્દ્રની ધાર;
સ્નેહીનાં સંભારણાં
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર: રે સાહેલડી !
ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૪૪-૪૫)