કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૫. અંધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. અંધ|પ્રહ્લાદ પારેખ}} <poem> નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ન...")
(No difference)

Revision as of 05:46, 24 June 2022


૧૫. અંધ

પ્રહ્લાદ પારેખ

નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય :
ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય,
સુણીને સૂર એ તારા,
માંડું છું પાય હું મારા.

ઝૂલતો તારે કંઠે તાજાં ફૂલડાં કેરો હાર;
સૌરભ કેરો આવતો તેનો, ઉર સુધી મુજ તાર :
ઝાલીને તાર એ તારો,
માંડું છું પાય હું મારો.

વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ;
સાંભળીને એ ખોજતો મારા જીવન કેરી વાટ :
ધ્રૂજંતાં ડગલાં માંડું,
ધીમે ધીમે વાટ હું કાપું.

પાય તણો એ સૂર સુણું, ને આવે ફૂલસુવાસ,
વસ્ત્ર તણો ફફડાટ સુણું હું, – એટલો રે’જે પાસ :
ભાળું ના કાયા તારી,
નેનોની જોત બુઝાણી.
(બારી બહાર, પૃ. ૯૧)