કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૯. દીવાદાંડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. દીવાદાંડી|પ્રહ્લાદ પારેખ}} <poem> જાતાં જાતાં સફર મહીં આ સ...") |
(No difference)
|
Revision as of 05:54, 24 June 2022
૧૯. દીવાદાંડી
પ્રહ્લાદ પારેખ
જાતાં જાતાં સફર મહીં આ સિંધુના માર્ગ માંહી
છૂપા ઊભા ખડક તહીં, જે કાળ શા, નાવ કેરા.
તૂટ્યાં જહાજો, ઝઝૂમી મરિયા જે ખલાસી બધા ત્યાં,
દીવાદાંડીસ્વરૂપ ઝબકે પ્રાણ એ સર્વનો આ.
દૂરથી કો જલધિજલના માર્ગમાં નાવ આવે;
સંદેશાઓ ઝબકી ઝબકી વ્હાણને, એ, કહાવે :
‘ના, ના, ના, ના, અહીં નહિ, અહીં કાળ ઊભો લપાઈ;
તારું આંહીં જીવન સઘળું, – પ્રાણ, – જાશે હરાઈ.’
સંદેશાઓ ઝબકી ઝબકી આવતા પ્રાણ કેરા;
પામી એ સૌ, દિશ બદલતા નાવ કેરી, ખલાસી :
જાતાં મારું, જીવન-જલધિ-માર્ગ, જો નાવ તૂટે,
દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી.
(બારી બહાર, પૃ. ૯૮)