કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૭. ગામની વિદાય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. ગામની વિદાય|પ્રહ્લાદ પારેખ}} <poem> હે જી મારા નાનપણાના ગા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૬. જલધિમોજ શો | ||
|next = | |next = ૧૮. એકલું | ||
}} | }} |
Latest revision as of 08:59, 24 June 2022
૧૭. ગામની વિદાય
પ્રહ્લાદ પારેખ
હે જી મારા નાનપણાના ગામ ! મારા બાળપણાના ધામ !
તને કરું કે પરણામ, તને કરું રે પરણામ.
તારી આ માટી, તારું પાણી, હે ગામ મારા !
તારી આ ઝાડવાંની છાયા;
એની લાગી છે મને માયા :
છોડવાં નો’તાં એને છોડવાં આજે :
જાણે હૈયાનાં ખેંચાયે છે ચામ. – મારા૦
ના રે કળાયા કદી, નેહના વેલા એવા
ભોંયે આ તારી પથરાયા :
જાવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
ડગલે ને પગલે એ અટવાયા :
ક્યારે બાંધી લીધો’તો મને આમ ? – મારા૦
તારા ડુંગર ને તારા વોંકળા, હે ગામ મારા !
તારાં આંસુ ને તારાં હાસ :
હૈયાને મારા એણે બાંધી લીધી છે જાણે
કોઈ અદીઠ એવી રાશ :
ખેંચી ઊભાં છે આજ એ તમામ ! – મારા૦
(બારી બહાર, પૃ. ૯૪)