કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૫. આવ, મેહુલિયા!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. આવ, મેહુલિયા!|પ્રહ્લાદ પારેખ}} <poem> આવ, મેહુલિયા ! આવ. તને બ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૪. વાતો | ||
|next = | |next = ૨૬. શિવલી | ||
}} | }} |
Latest revision as of 09:14, 24 June 2022
૨૫. આવ, મેહુલિયા!
પ્રહ્લાદ પારેખ
આવ, મેહુલિયા ! આવ.
તને બોલાવે તળાવ, પેલાં કૂવા ને વાવ રે, – આવ૦
મૂંગાં બોલાવે ઢોરાં;
ઓલાં ખેતર કોરાં કોરાં :
એની માટીને ફરી મહેકાવ, રે મેહુલિયા, – આવ૦
ઓલી નદીયુંનાં નીર,
– એનાં ફાટ્યાં જાણે ચીર !
એને નવલાં તે લ્હેરિયાં અપાવ, રે મેહુલિયા, – આવ૦
કેવી ધરતીની કાય !
એ તો જોઈ કેમ જાય ?
એને હવે નહીં ટટળાવ, રે મેહુલિયા, – આવ૦
સારી ધરતીની માગ :
આજે લાગી છે આગ :
એને આવી હવે તું ઓલાવ, રે મેહુલિયા, – આવ૦
(બારી બહાર, પૃ. ૧૧૩)