કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૬. મન પાગલ થાયે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. મન પાગલ થાયે|પ્રહ્લાદ પારેખ}} <poem> આજ મારું મન પાગલ થાયે ર...")
 
No edit summary
 
Line 27: Line 27:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૩૫. ધરતીનાં તપ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૩૭. વાવણી
}}
}}

Latest revision as of 04:29, 25 June 2022


૩૬. મન પાગલ થાયે

પ્રહ્લાદ પારેખ

આજ મારું મન પાગલ થાયે રે,
શ્યામળ સજળ વાદળ જોઈ આભે ધાયે.

ચમકી ચમકી વીજ છુપાયે,
શોધે તેની જાયે;
મેઘ હસે એ ખેલને જોઈ,
કેમ રે વીજ ઝલાયે ? – શ્યામળ૦

વરસતાં એ વાદળ જોઈ,
વરસવાને ચાહે;
રંગ થકી જે મેઘ રંગાયે,
રંગ ધરે એ કાયે. – શ્યામળ૦

દૂરના–જોઈ—ડુંગર ભીંજે,
ખેતર ને વન ન્હાયે;
નીર તણી એ ધારમાં આજે,
મન મારું ભીંજાયે. – શ્યામળ૦

(સરવાણી, પૃ. ૧૫)