શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૫. જેને માની અંદર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. જેને માની અંદર|}} <poem> જેને માની અંદર, એ તો બ્હાર હતી રે બ્હ...") |
(No difference)
|
Revision as of 11:51, 8 July 2022
૪૫. જેને માની અંદર
જેને માની અંદર, એ તો બ્હાર હતી રે બ્હાર!
જેની આશા હતી, તે જ અહીં તરવા નહીં તૈયાર,
હોડી લઈને હવે શું ફરવું?
મોતી લઈ શું કરવું?
ડૂબવાની બસ અહીં મજા છે,
કાંઠે નથી ઊતરવું?
જેની ઝંખા હતી ઉદયની, એનો નહીં અણસાર. –
બંધ કરી દઉં સઘળી બારી,
બંધ કરું સૌ મળવું;
મારે મારાં પગલાં લઈને
પાછા અંદર વળવું.
જેની પ્યાસા હતી મને તે મૃગજળનો અવતાર! –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૮)