શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૭. તારું મધમીઠેરું મુખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭. તારું મધમીઠેરું મુખ|}} <poem> તારું મધમીઠેરું મુખ, અમારું એ...")
(No difference)

Revision as of 11:54, 8 July 2022

૪૭. તારું મધમીઠેરું મુખ


તારું મધમીઠેરું મુખ,
અમારું એ તો અઢળક સુખ! –

પથરાળી આ ધરા ભલે ને ભલે વળી ઉજ્જડતા,
કેરથોરની કાંટે આડી ભલે રચી અક્કડતા;
તારાથી શો મધરો ચાંદો,
મધુર ડંખનાં દુઃખ!

ભલે પાંખમાં આભ નથી ને નથી ગળામાં ગુંજ,
અરે, સૂરજનાં સ્વપ્નવિહોણાં મ્લાન પુષ્પના પુંજ;
તારે મુખ શી લચી ખિલાવટ!
વસંત અહીં સન્મુખ! —

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૦)