શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં...|}} <poem> દરિયો ઊછળે દૂર અને હુ...") |
(No difference)
|
Revision as of 12:50, 8 July 2022
૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં...
દરિયો ઊછળે દૂર
અને હું ભીતર ભીની ભીની;
વાદળ વરસે દૂર
મને અહીં ફરફર લાગે ઝીણી! –
દૂર ઊઘડે ફૂલ
અને અહીં મઘમઘ માટી સારી;
પંખી ટહુકે દૂર
અને અહીં ગગન ખોલતી બારી! –
ક્યાંક ઊગતી બીજ
અને અહીં ચાંદો ચઢતો હેલે!
ક્યાંક નજરમાં નામ
અને અહીં મનમાં મનખો ખેલે! –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૫)